ગુજરાત
News of Friday, 25th May 2018

મહેસાણાના વેપારી પાસેથી સ્ટ્રેચ ફિલ્મ પટ્ટીનો 27.25 લાખનો માલ ખરીદી છેતરપિંડી આચરનાર ત્રણ વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

મહેસાણા:ના વેપારી પાસેથી સ્ટ્રેચ ફિલ્લમ પટ્ટીનો રૃ.ર૭.રપ લાખનો માલ ખરીદ્યા બાદ પૈસા ન ચુકવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને આ મુદ્દે વેપારીએ ત્રણ વ્યક્તિ સામે છેતરપીંડીનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
 મહેસાણાના તિરુપતિ   શાહીબાગમાં રહેતા અને ફિલ્લમ પટ્ટીનો વેપાર કરતા પ્રતિક વાસુદેવ  મોઢે (મોદી)એ સાઉથ મુંબઈ ખાતે રહેતા વિરલ પ્રફુલ  સંધવી, પ્રજ્ઞાા ઉર્ફે પ્રિતિ પ્રફુલ સંધવી અને પ્રફુલ સંધવી સામે ગુરૃવારે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા અનુસાર આરોપીઓએ ર૬ જુન ર૦૧૬ થી ર૮ જાન્યુઆરી ર૦૧૭ દરમિયાન સ્ટ્રેટ ફિલ્લમ  પટ્ટીનો રૃ.ર૭.રપ લાખનો મુદ્દામાલ ખરીદ્યો હતો અને રૃ.૪ લાખ ઉપરાંત પૈસા ચુકવ્યા હતા અને બાકીના પૈસા મુદતે આપવાનો વિશ્વાસ આપ્યો હતો. જો કે સમય વિતવા છતાં પૈસાની માંગણી કરતા આરોપીઓએ પૈસા ન આપી ધમકી આપતાં પ્રતિકભાઈ મોઢ (મોદી) ને છેતરાયા હોવાનો અહેસાસ થતા ત્રણેય સામે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:19 pm IST)