ગુજરાત
News of Friday, 25th May 2018

ધો.૧૦-૧૨ની પૂરક પરીક્ષા જુલાઇમાં લેવાશે

શિક્ષણ બોર્ડ દ્વારા ૧ કે ૨ વિષયમાં નાપાસ છાત્રો પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરેલ

રાજકોટ તા.૨૫: ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૧ સાયન્સનું પરિણામ જાહેર થયેલ છે  અને ૨૮મીએ ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થનાર છે.શિક્ષણ બોર્ડ દ્વારા હજુ ધો.૧૦નુ પરિણામ જાહેર કરાયું નથી તે પહેલા તો બોર્ડની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. તા.૬-૭ના રોજ સવારે ૧૦ થી ૧-૨૦ સુધી ગુજરાતી પ્રથમ ભાષા અને અન્ય પ્રથમ ભાષાનું પેપર અને બપોરે ૩ થી ૬-૨૦માં વિજ્ઞાન અને ટેકનોલોજિનું પેપર લેવાશે. તા.૭-૭નારોજ સવારે સામાજિક વિજ્ઞાન અને બપોરે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર, તા.૮-૭ના રોજ સવારે ગણિતનું પેપર અને બપોરે દ્વિતીય ભાષાનું પેપર, તા.૯-૭ના રોજ સવારે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર લેવાશે.

જયારે ધો.૧૨ સાયન્સમાં એક અને બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઇ માસમાં લેવામાં આવશે.(૭.૧૧)

(11:52 am IST)