ગુજરાત
News of Friday, 25th May 2018

સુરત દારૂ પીવા રૂપિયા નહિ આપતા પિતાની ક્રૂર હત્યા કરતો પુત્ર :મોચી કામના ઓજારથી મોતને ઘાટ ઉતાર્યા

માનસિક અસ્વસ્થ પુત્ર મધુકર રફુચક્કર થાય એ [પહેલા જ પોલીસે દબોચી લીધો

 

સુરત: શહેરમાં એક પુત્રએ પિતાને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધાના હેવાલથી લોકોમાં ચકચાર મચી જવા પામી છે હત્યારો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હતો અને કહેવાય છે કે તેને દારૂના રૂપિયા આપવાની ના પાડવામાં આવતા તેણે ગુસ્સામાં આવીને ઘાતક પગલું ભર્યું.હતું 

  મળતી માહિતી મુજબ મૂળ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના જળગાંવના રહીશ અને સુરતના ગણેશ મહોલ્લા, સીમાડા ગામમાં રહેતા સુખદેવ રાઠે (62) મોચી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતાં. ઘટના ઘટી ત્યારે તેમના પત્ની બહાર ગયા હતાં. માનસિક રીતે અસ્વસ્થ પુત્ર મધુકર (35) તે સમયે ઘરમાં હતો.પુત્રએ દારૂના રૂપિયા માંગ્યા અને પિતાએ પુત્રને દારૂ પીવા માટે રૂપિયા આપવાની ના પાડતા તેણે મોચીકામ કરવાના ઓજારથી પિતાની ઘાતકી હત્યા કરી નાખી. પુત્રએ ભાગવાની કોશિશ કરી પરંતુ રફુચક્કર થઈ જાય તે પહેલા પોલીસે તેને દબોચી લીધો હતો.

(9:13 am IST)