ગુજરાત
News of Friday, 25th May 2018

છોટાઉદેપુરઃતુરખેડા પાસે નર્મદા કિનારેથી બોટમાંથી રૂ,1.14 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બુટલેગર ફરાર

ગુજરાતમાં દારૂ ઘુસાડવા નદીનો ઉપયોગ :મહારાષ્ટ્રમાંથી દારૂ લવાયો હતો :બોટ જપ્ત

છોટાઉદેપુરઃતૂરખેડા પાસે નર્મદા કિનારેથી બોટમાંથી આરઆર સેલે 1.14 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.જોકે દારૂની હેરાફેરી કરનાર બૂટલેગર ફરાર થઈ ગયો છે. પોલીસે વિદેશી દારૂ સાથે બોટ જપ્ત કરી છે.

  છેલ્લા 10 દિવસમાં ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ, દાહોદ, ભરૂચમાંથી જુદી જુદી જગ્યાએથી 50 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે. દારૂ ક્યારેક ગેસના ટેન્કરની આડમાં તો ક્યારેક લસણની ગૂણીની આડમાં તો ક્યારેક મિનરલ વોટરની આડમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. 17 મેએ અમદાવાદ-બગોદરા ટોલબૂથ પાસેથી ભારત ગેસના ટેન્કરમાંથી .20 લાખનો દારૂ ઝડપાયો હતો. 11 મેએ ભરૂચ હાઇવે પરથી લસણની આડમાં ટ્રકમાં લાવવામાં આવી રહેલો 8 લાખથી વધુનો દારૂ ઝડપાયો હતો

   . આજે છોટાઉદેપરના તુરખેડા પાસે નર્મદા કિનારેથી આજે એક બોટની RR સેલ દ્વારા તપાસ કરાતાં એમાંથી રૂ.1.14 લાખનો દારૂ મળી આવ્યો હતો. RR સેલની ટીમને જોતાં દારૂની હેરાફેરી કરતો બૂટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ સાથે બોટ જપ્ત કરી ગુનો નોંધી આગળ વધુ તપાસ કરી રહી છે. પકડાયેલો વિદેશી દારૂ મહારાષ્ટ્રથી ગુજરાતમાં લવાઈ રહ્યો હતો.

હવે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે નર્મદા જેવી નદીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે.

(12:42 am IST)