ગુજરાત
News of Thursday, 25th April 2019

વડોદરામાં પ્રેમિકાએ તરછોડી દેતા જાનથી મારી નાખવાની ધમકી આપતા અદાલતે બે સાક્ષીઓના નિવેદન લીધા

વડોદરા: શહેરમાં પ્રેમિકાએ તરછોડી દેતાં  તેને મારી નાંખવાની વાત નામચીન આરોપીએ મિત્રને કરી હતી. આ વાત જાણતા બે સાક્ષીઓના આજે કોર્ટમાં મેજિસ્ટ્રેટ રૃબરૃ સીઆરપીસી ૧૬૪ મુજબના નિવેદનો લેવાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે આજવા રોડની વિનયપાર્ક સોસાયટીમાં રહેતા રીઢા આરોપી પ્રિયકાંત ઉર્ફે ભયલુ કિશોરભાઈ સોલંકીને  પાયલ પાલકર સાથે આડાસંબંધો હતા. પાયલે આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવાતું જણાવતાં ઉશ્કેરાયેલા પ્રિયકાંત ઉર્ફે ભયલુએ પ્રેમિકા પાયલ અને પાયલની માતા જયશ્રીબેનને મોતને ઘાટ ઉતાર્યા હતા. ડબલ મર્ડર કરનાર આરોપીઓ મર્ડર કરતાં પૂર્વે પોતાના મિત્ર કાર્તિક પરમારને  કહ્યું કે  પાયલે મને છોડી દીધો છે હું તેને મારી નાંખીશ. જે વાત હરિશભાઈને પણ ખબર હતી.

(5:58 pm IST)