સુરતના ખટોદરાના ભટાર વિસ્તારમાં બાઇક લૂંટારૂ ગેંગનો વધુ એક મહિલા ભોગ બની
અજાણ્યા ત્રણ શખ્સો મહિલાનું પર્સ આંચકી થયા ફરાર: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરતમાં બાઇક પર આવતી લૂંટારૂ ગેન્ગનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.ફરી સુરતના ખટોદરા વિસ્તારમાં આવી લૂંટારૂ ગેન્ગનો ભોગ એક મહિલા બની છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા વૈશાલી એપાર્ટમેન્ટ માં રહેતા રહેતા પિંકીબેન બોહરા સુરતમાં વધી રહેલા બાઈકર લૂંટારૂ ગેન્ગનો ભોગ બન્યા છે
.ખટોદરા વિસ્તારમાં રાજ ઓલમ્પિય શોપિંગ સેન્ટર માંથી શોપિંગ કરી પિંકી બેન પરત ફરી રહયા હતા અને શોપિંગ સેન્ટરની નજીક રોડ પર ફેરિયા પાસે ઉભા રહી ખરીદી કરી રહયા હતા દરમ્યાન અજાન્યા ત્રણ જેટલા મોટરસાયકલ પર સવાર લૂંટારૂ પિંકી બેનની પાછળથી આવી તેમના પર્સને આંચકી લઇ ફરાર થઇ ગયા હતા.પિંકી બેન પણ બાઇક લૂંટારૂ ગેન્ગનો દરેક ભોગ બનનારની જેમ બૂમો લગાવી પાછળ દોડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લૂંટારૂઓ પળવારમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
જોકે લૂંટારૂની હરકત ને લોકો તો જોઈ ન શક્યા પરંતુ રોડની સામે બાજુ પર પર લાગેલા એક સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.ત્યારે બોગબનાનાર મહિલા પિંકી બેનને અન્યની જેમ ખટોદરા પોલીસ મથકમાં પર્સમાં રહેલા રૂપિયા ૯ હાજર અને મોબાઈલ ફોન મળી કુલ ૨૪ હજારથી વધુની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસ પણ અત્યાર સુધીની જેમ ફરિયાદ લઇ સીસીટીવીના આધારે તાપસ શરૂ કરવાની વાત કરી રહી છે.