ગુજરાત
News of Thursday, 25th April 2019

ભારતમાં ઓફિસ ફર્નીચરનું માર્કેટ ૨૨ હજાર કરોડનું છે

અનોખા શો રૂમનું શહેરમાં લોન્ચીંગ : સ્ટીલકેસ ઇન્ડિયાએ ગુજરાતમાં હવે વિધિવત પ્રવેશ કર્યો

અમદાવાદ,તા. ૨૪ : ભારતમાં હવે ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સ કન્સેપ્ટ આધારિત બિઝનેસ અને તકો ઘણી ઉજ્જવળ બની છે. ભારતમાં ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સનું ઓવરઓલ માર્કેટ અંદાજિત રૂ.૨૨ હજાર કરોડનું છે ત્યારે આ ક્ષેત્રમાં આવનારા વર્ષોમાં નોંધનીય પ્રગતિની તકો જણાઇ રહી છે. ઓફિસ ફર્નીચર અને ઇનોવેટીવ અને સાયન્ટીફિક ટેકનોલોજીયુકત વર્કસ્પેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી સ્ટીલકેસ ઇન્ડિયાએ આજે ગુજરાતમાં પ્રવેશ સાથે આલ્પ્સ ટેકનોલોજીસ પ્રા.લિ(ટ્રાયો એલિવેટર્સ ગ્રુપ કંપની) સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આલ્પ્સ સાથેની ભાગીદારી દ્વારા સ્ટીલકેસ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં અનોખા અને બ્રાન્ડ ન્યુ શો રૂમનો પ્રારંભ કરાયો છે ત્યારે અમદાવાદમાં હવે વૈશ્વિક કક્ષાના ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સની ઉમદા તક ઉપલબ્ધ બની છે એમ અત્રે સ્ટીલકેસ એશિયા પેસિફિકના પ્રેસીડેન્ટ ઉલીગ્વિન્નર અને સાઉથ ઇસ્ટ એશિયાના ડિરેકટર પ્રવીણ રાવલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સના પરિણામો ઝડપથી બદલાઇ રહ્યા છે. ખાસ કરીને યંગજનરેશન અને ડાયનેમીક વર્કફોર્સનો પ્રવહા વધ્યો છે. કારણ કે, ઓફિસ અથવા તો વર્કસ્પેસ એવી જગ્યા છે કે જયાં લોકો સાતથી દસ કલાક સુધીનો સમય ગાળતા હોય છે અને તેથી તે વધુ અસરકારક, કાર્યક્ષમ અને મનને ગમી જાય તેવા વાતાવરણયુકત બનાવવા માંગતા હોય છે કે જેથી તેઓને ઓફિસ અવર્સ અને વર્ક ગમી જાય. આ ડિમાન્ડને કેન્દ્રસ્થાને રાખીને જ સ્ટીલકેસ વર્લ્ડકલાસ, ઇનોવેટીવ અને સાયન્ટીફિક ટેકનોલોજીથી યુકત ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સ આપે છે, જે દાયકાઓ સુધી ટકાઉ, ભરોસાપાત્ર અને સંતોષકારક બની  રહે છે.  આ પ્રસંગે સ્ટીલકેસ સાથેના નવા સાહસ અંગે આલ્પ્સ ટેકનોલોજીસના ડાયરેકટર ક્રિયાંગ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના મોટા શહેરોમાં વિકાસ કરવાના હેતુ સાથે અમારી સંયુકત એકરૂપતા સ્ટીલકેસની કુશળતા અને અમારા વિસ્તરીત કલાયન્ટ નેટવર્ક દ્વારા અમદાવાદના વર્કસ્પેસ લેન્ડસ્કેપને બદલવામાં મદદરૂપ થશે. અમદાવાદ બાદ અમે આગામી દિવસોમાં સુરત, વડોદરા સહિતના શહેરોમાં પણ વિસ્તરણ કરીશું અને ગ્રાહકોને વર્લ્ડકલાસ, ઇનોવેટીવ અને સાયન્ટીફિક ટેકનોલોજીથી યુકત ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સ પૂરા પાડીશું. અમદાવાદમાં બ્રાન્ડ ન્યુ શો રૂમના લોન્ચીંગના કારણે ગ્રાહકોને વિશ્વભરના વ્યાપક વર્કસ્પેસ રિસર્ચ, અદ્યતન પ્રવાહો અને ઉંડાણપૂર્વકની જાણકારકી પૂરી પાડીને આ વૃધ્ધિને આગળ ધપાવશે. સ્ટીલકેસ એશિયા પેસિફિક દ્વારા ઓફિસ ફર્નીચર અને વર્કસ્પેસ સોલ્યુશન્સને લઇ નાની મોટી મળી આશરે પાંચ હજારથી વધુ પ્રોડક્ટ મારફતે વિશ્વભરમાં વર્લ્ડકલાસ કંપની બની રહી છે, જે હવે અમદાવાદના આંગણે ગ્રાહકોને ફાયદો અપાવશે.

(8:42 am IST)