ગુજરાત
News of Monday, 25th March 2019

ગુજરાતમાં ભાજપની 10 બેઠકોનું કોકડું હજુ ગૂંચવાયું : ક્યાં ઉમેદવારોને ટિકિટ આપવી ? : જબરી ગડમથલ

દસ બેઠકો બાકી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયુ

અમદાવાદ :લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ભાજપની પહેલી યાદીમાં ગાંધીનગર બેઠક પરથી અમિતભાઈ  શાહનું નામ જાહેર કરાયું હતું. ગુજરાતની બીજી યાદીમાં ભાજપે મોટા ભાગના સાંસદોને રિપીટ કર્યા છે. હજુ પણ 10 બેઠકો પર ઉમેદવારોના નામને લઇને કોકડું ગુંચવાયેલું છે

   ભાજપે ગુજરાતની ર૬માંથી ૧૬ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ જે દસ બેઠકો બાકી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયુ છે.આ દસ બેઠકોમાં અમદાવાદ પૂર્વ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, મહેસાણા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, સુરત, છોટાઉદેપુર બેઠકનો સમાવેશ થાય છે. આ એવી બેઠકો છે જેની પર ક્યા ઉમેદવારને ઉભા રાખવા તેને લઇને કોકડું ગૂંચવાયુ છે.

(8:17 pm IST)