ગુજરાત
News of Monday, 25th March 2019

કલોલના છત્રાલ જીઆઈડીસીમાં વજનકાંટામાં છેતરપિંડી કરતી ટોળકી ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ

ગાંધીનગર:કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીની મેક્સિસ કંપનીમાં સુરેશભાઈ રમેશભાઈ પટેલને લોખંડના ભંગારનો ભાવ ૧પ૭ રૂપિયાના બદલે ૧૬૪ રૂપિયા આપવાન લાલચ આપીને જય બહુચર એન્ટરપ્રાઈઝના નામે અમદાવાદમાં રહેતાં અનિલ બબાભાઈ વાઘેલા, સુનિલ વિઠ્ઠલભાઈ પટણી, પિયુષ વિઠ્ઠલભાઈ પટણી, રવિન્દ્રસિંહ જગદેવસિંહ સિસોદીયા અને વિનોદભાઈ નાગરભાઈ પટણીએ તેમના એકાઉન્ટમાં બે અલગ અલગ તબક્કે દસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

ત્યારબાદ શખ્સો તેમની આઈસર ટ્રક લઈને લોખંડનો ભંગાર લેવા માટે આવ્યા હતા. જ્યાં સુરેશભાઈના ધરમકાંટા ઉપર ઈલેકટ્રોનિક્સ ચીપ લગાડીને વજન કરાવ્યું હતું જેમાં લોખંડના ભંગારનું વજન કરતાં ટન ૯૧૦ કિલો વજન થયું હતું. ત્યારબાદ સુરેશભાઈને શંકા જતાં તેમણે ફરીવાર વજન કરાવતાં સાત ટન ૬૦૦ કિલો જેટલું વજન થયું હતું. જેથી ટોળીએ તેમની સાથે છેતરપીંડી આચરી હોવાનું જણાયું હતું.

(5:47 pm IST)