સુરતના અલથાણામાં પુત્રીએ ફોન લોક કરતા દંપતી વચ્ચે ઝઘડો :પતિએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
પુત્રી દીપિકાને તમાચો મારતા પત્ની પવિત્રા રમેશ સાથે બાખડી
સુરતના અલથાણામાં પુત્રીએ મોબાઇક ફોનને લોક કરવા જેવી બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેનું માઠું લાગી આવતા પતિએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પુત્રીએ મોબાઇલ ફોન લોક કરી દેવાને લઇને પત્ની સાથે થયેલી માથાકૂટ બાદ અલથાણના યુવાને ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના અલથાણ ખાતેની હરીઓમ સોસાયટીમાં રહેતા 34 વર્ષીય રમેશ કટક ખડકાએ સાંજે ઘરની બહાર ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. રમેશની પુત્રી દીપિકાએ તેનો મોબાઇલ ફોન લોક કરી લીધો હતો.
જેને લીધે તેણે પુત્રી દીપિકાને તમાચો મારતા પત્ની પવિત્રા રમેશ સાથે બાખડી હતી. ત્યારબાદ તેને માઠું લાગી આવતા પત્ની અને બાળકોને રૂમમાં બંધ કરીને ઘરની બહાર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રમેશના અણધાર્યા પગલાથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. બનાવ અંગે ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે