ગુજરાત
News of Monday, 25th March 2019

સુરતના પાંડેસરામાં જોબવર્ક કરતી મહિલાને હિસાબ- કિતાબના બહાને ઘરે બોલાવી વેપારીએ કર્યું દુષ્કર્મ

વેપારીના ભાગીદાર અને તેના બે મિત્રોએ પોતાની ક્રાઇમ બ્રાંચના માણસો તરીકે ઓળખ આપીને પીડિતાને ધમકાવી

સુરત :સુરતમાં રતમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધતી રહી છે સુરત શહેરમાં પરવટ પાટિયાના વેપારીએ જોબવર્ક કરતી મહિલાને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

  વેપારીએ હિસાબ-કિતાબના રૂપિયા લેવાના બહાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીના ભાગીદાર અને તેના બે મિત્રોએ પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે ઓળખ આપી પીડિતાને ધમકાવી હતી.

 મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારની એક મહિલા જોબવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમી ઉપર પટવર પાટિયા વિસ્તરાના પિન્યુ નામના વેપારીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાવી હતી.

  પીડિતાની ફરિયાદ મુજબ પિન્યુએ ગત 5-11-2018ના રોજ તેણીને જોબવર્કની સાડીના હિસાબ-કિતાબના રૂપિયા લેવા પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ પિન્ટુએ તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. કોઇને પણ કહેશે તો મોંઘુ પડશે એવી ધમકી પણ આપી હતી.

(1:21 pm IST)