ગુજરાત
News of Monday, 25th March 2019

વલસાડમાં ભાજપમાં ઉકળતો ચરુ:કે,સી,પટેલને રિપીટ કરતા નાના ભાઈ ડી.સી. પટેલે કહ્યું,'કોંગ્રેસ સંપર્ક કરશે તો વિચારીશ

કોંગ્રેસ આદેશ આપે તો પ્રજાજનો પાસે જઈને વિચાર કરીશ. હું સામેથી સંપર્ક નહીં કરૂ,

વલસાડ :ભાજપે રાજ્યની વલસાડ બેઠક પરથી વર્તમાન સાસંદ કે.સી. પટેલને રિપિટ કરતા તેમના નાના ભાઈ ડૉ.ડી.સી. પટેલ નારાજ થયા છે. ડી.સી. પટેલના મતે આ વખતે તેમનું નામ ભાજપની પસંદગી પ્રક્રિયામાં ટોચ પર હતું. ટિકિટ કપાયા બાદ નારાજ થયેલા ડી.સી. પટેલે કોંગ્રેસ ઑફર આપે તો જોડાવાની અને વલસાડ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવતા દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

   ડૉ. ડી.સી. પટેલે કહ્યું, 'જો કોંગ્રેસ મારો સંપર્ક કરશે તો હું ચોક્કસ વિચારીશ. મેં હજુ સુધી કોંગ્રેસનો સંપર્ક કર્યો નથી. સમર્થકો કહેશે તો ચોક્કસપણે હું વિચારીશ. ડૉ. ડી.સી. પટેલે કહ્યું, 'હું એટલો હતાશ થઈ ગયો છું. હું જનસંઘથી ભાજપનો કાર્યકર છું. પ્રજાની લાગણી હતી. મારુ નામ ટોપ પર હતો. મારી લાગણીને ચકનાચૂર કરી નાખી છે. પ્રજા કહેશે તો ચોક્કસ વિચારીશ. કોંગ્રેસ આદેશ આપે તો પ્રજાજનો પાસે જઈને અને આ બાબતે વિચાર કરીશ. હું સામેથી સંપર્ક નહીં કરૂ, હું એ બાબતે કઈ કહેવા નથી માગતો

(1:17 pm IST)