ગુજરાત
News of Monday, 25th March 2019

અમદાવાદમાં ગરમીનો પારો ઉંચકાયો :તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું

આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃરાજ્યમાં હોળી બાદ ગરમીમાં વધારો થયો છે અને ઉંચા પારા સાથે ઉનાળાની આખરે શરૂઆત થઈ છે અમદાવાદમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું છે અને આગામી દિવસોમાં અમદાવાદીઓએ વધુ ગરમીનો માર સહન કરવો પડી શકે છે. ભારતીય હવામાન ખાતા મુજબ આ અઠવાડિયામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસે પહોંચી જાય તેવી શક્યતા છે.

    હવામાન ખાતાએ કહ્યું કે આગામી બે દિવસો માટે તાપમાનમાં કોઈ લાંબો ફરક નહિ પડે પણ અમદાવાદમાં એક અઠવાડિયામાં 2-3 ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉંચકાશે. અમદાવાદમાં ઝાડ ઓછા હોવાના પગલે પહેલેથી જ ગરમીનું પ્રમાણ વધુ હોય છે ત્યારે આ ઉનાળો અમદાવાદીઓને કાઠું કેવળાવે તેવો સાબિત થઈ શકે છે.

   અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું લઘુતમ તાપમાન પણ 24.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે પણ સામાન્ય તાપમાનથી 4 ડિગ્રી વધુ હતું. હજુ તો આ ઉનાળાની શરૂઆત છે, શરૂઆતમાં જ તાપમાનનો પારો આટલો ઉંચકાયો છે .

(12:14 pm IST)