ગુજરાત
News of Monday, 25th March 2019

એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા

ગુરૂકુલ પ્રિમિયર લીગ-૯ ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પ્રથમ વિજેતા ટીમને ૨,૫૧,૦૦૦ રોકડ પુરસ્કર : સળંગ ૭૮ દિવસ સુધી ચાલતી ટુર્નામેન્ટમાં નેપાળ એકેડેમી અને ભારતભરની ૨૦૦ ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે

 અમદાવાદ તા.શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અંતર્ગત એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા,   ગુરૂકુલ પ્રિમિયર લીગ-૯ ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને  પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવી હતી.

     જેમાં અમદાવાદ રૂરલ વિભાગના પોલિસ વડા શ્રી રાજેન્દ્ર અસારી, ઇન્ડીયન ઓઇલના ડાઇરેક્ટર શ્રી ભાવિન રાડીયા, લંડનથી હિરાણી રવજીભાઇ, શા.ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી ધર્મનંદનદાસજી, રીબડા ગુરૂકુલના સંચાલક સ્વામી ધર્મવત્સલદાસજી સ્વામી, શા. કુંજવિહારીદાસજી સ્વામી, સુૂર્યકાંતભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.

લેધર બોલ ટુર્નામેન્ટ તા. ૨૪..૨૦૧૯ થી શરૂ થયેલ છે. ટેનિસ બોલ ટુર્નામેન્ટ તા. ૨૮--૨૦૧૯થી શરૂ થનાર છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ લેધરબોલ અને ટેનેિસ બોલથી રમાશે. જેમાં લેધર બોલમાં ELITE અને PLATE ગ્રૂપ એ બે કેટેગરીમાં રમાશે. ELITE ગ્રૂપમાં રણજી પ્લેયર અને IPLપ્લેયર ભાગ લઇ શકશે.

લેધરબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઇ, યુ.પી, મદ્રાસ,ચેન્નાઇ, હરિયાણા, નેપાળ વગેરે રાજ્યોમાંથી ૩૬ ટીમો ભાગ લઇ રહી છે. જ્યારે ટેનિસ બોલમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, ભૂજ વગેરે ગુજરાતમાંથી ૧૬૪  ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે.

    આ ટુર્નામેન્ટમાં કુલ ૧૫ લાખ રૂપિયાના ઇનામો આપવામાં અાવશે. જેમાં બન્ને કેટેગરીમાં પ્રથમ વિજેતા ટીમને બે લાખ અને એકાવન હજાર (,૫૧,૦૦૦ રૂપિયા) રોકડ પુરસ્કાર અને રનર્સ ટીમને એક લાખ ને એકાવન હજાર (,૫૧,૦૦૦ રૂપિયાઅને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સીરિઝને રોકડ ઇનામ અને વ્યક્તિગત ગીફ્ટ તેમજ ટ્રોફી અેનાયત કરાશે. આ પ્રસંગે પોલિસવડા અસારીએ જણાવ્યું હતું કે આવું નમુનેદાર ઝળહળ લાઇટોથી શોભી રહેલ ક્રિકેટ ગ્રાઉન્ડ જોઇ અત્યંત અાનંંદ થાય છે, મન પ્રફુલિત થાય છે અને રમવાનું મન થાય છે કારણકે હું ક્રિકેટર છું.

    આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ ખેલાડીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે જીતને ખેલદીલીથી સ્વીકારો સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, અહીં ગ્રાઉન્ડને અમે મંદિર માનીએ છીએ. બેટ-બોલ અને રમતના સાધનોને અમે પૂજાની સામગ્રી માનીએ છીએ.

પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે, આ એસજીવીપી સંકુલ યુવાનોને ખેલકૂદની સાથે સંસ્કારની સુવાસ ભરવાનું કામ કરે છે. ભારતનો યુવાન શરીરથી સ્વસ્થ હોય, મનથી નિર્મળ હોય તેની બુદ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ. ઘડતરના આવા ઉમદા ધ્યેયથી આ એસજીવીપી ઇન્ટરનેશનલ કેમ્પનું સર્જન થયુ છે.

    આ કાર્યક્મની વ્યવસ્થા સંભાળનાર શા.કુંજવિહારીદાસજી સ્વામી, જાલમસિંહ સર, ઘનશ્યામભાઇ સુવા, ભરતભાઇ પટેલ વગેરેને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા. સંભા સંચાલન ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું.

(12:13 pm IST)