ગુજરાત
News of Monday, 25th March 2019

ર૦૧૯એ ર૦૧૪ નથીઃ પ્રજાને વારંવાર મુરખ બનાવી ન શકાયઃ બીજેપીને ૧૬૦ બેઠક પણ નહી મળે

શંકરસિંહ વાઘેલા કહે છે... ર૦૧૪માં માર્કેટીંગ સ્ટ્રેટેજીથી લોકોને મુરખ બનાવ્યાઃ દર વખતે ન ચાલેઃ પ્રજા મોદીને પાઠ ભણાવશેઃ ર૦૦ર માં કોંગ્રેસે મોદી સામે પગલા લીધા હોત તો તેઓ જેલમાં હોત

નવી દિલ્હી, તા., રપઃ એનસીપીના નેતા અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે ર૦૧૯ એ ર૦૧૪ નથી. વડાપ્રધાન મોદ હવે લોકોને મુરખ બનાવી શકશે નહિ. આ વખતે પ્રજા તેમને બરાબરનો પાઠ ભણાવવાની છે.

તેમણે કહયું છે કે બાલાકોટ એર સ્ટ્રાઇકમાં કેટલા લોકો માર્યા ગયા તેની વિગતો જો આપણા સંરક્ષણ અધીકારીઓએ જાહેર કરી હોત તો કોઇ પ્રશ્ન ઉઠાવત જ નહિ. લોકો પુરાવા માંગે છે કારણ કે ભાજપ તેનો રાજકીય લાભ ઉઠાવી રહયું છે. લોકોને સર્જીકલ વિષે પ્રશ્ન ઉઠાવવાનો પુરતો અધિકાર છે તેમણે ઉરી અને પુલવામા હુમલો રોકવામાં મોદી સરકાર નિષ્ફળ ગઇ તેની ટીકા કરી હતી.

તેમણે ડેકકન હેરાલ્ડને આપેલી મુલાકાતમાં કહયું હતું કે ર૦૧૪ માં એ લોકોએ બધાને મુરખ બનાવી સતા મેળવી ર૦૧૯માં એવું નહી થાય લોકો સમજી ગયા છે. માર્કેટીંગ વ્યુહ રચનાથી દર વખતે કોઇને મુરખ બનાવી શકાતુ નથી.શંકરસિંહ વાઘેલાને વિશ્વાસ છે કે ભાજપને ૧૬૦ બેઠકો પણ નહિ મળે. એનડીએને ૧૦૦ બેઠક મળશે. કોંગ્રેસ મ.પ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ અને કર્ણાટકથી પ૦ ટકા બેઠકો મેળવશે. બિહાર-યુપીમાં પ્રાદેશીક પક્ષો ભાજપને હરાવશે. આવું જ દક્ષીણના રાજયોમાં થવાનું છે.

તેમણે કહયું હતું કે નરેન્દ્ર મોદીને નેતા બનાવવા બદલ કોંગ્રેસ પક્ષ જ જવાબદાર છે. ર૦૦રના રમખાણો વખતે કોંગ્રેસ પાસે મોદી વિરૂધ્ધ નક્કર પુરાવા હતા પણ તે મોદીને સ્પર્શ પણ કરી શકી નહી. જો તે વખતે કોંગ્રેસે પગલા લીધા હોત તો મોદી જેલમાં હોત. (૪.૨)

(11:46 am IST)