ગુજરાત
News of Thursday, 25th February 2021

ડેડીયાપાડા વિસ્તારમાં દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ આરોપીને પાસામાં મોકલતી ડેડી.પોલીસ તથા એલ.સી. બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકરસિંહની સૂચના મુજબ એ. આર. ડામોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડાએ વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા શખ્શ વિરુદ્ધ  ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં ત્રણ પ્રોહીબીશનના ગુના દાખલ થયેલ હતા. તેની પ્રવૃતી ડામવા ડેડીયાપાડા પોલીસ દ્વારા ડેડીયાપાડા પો.સ્ટે. પાસા કેસમાં અરવિંદભાઇ શાંતીલાલ વસાવા (રહે. માથાસર(નીચલી ) તા.ડેડીયાપાડા જી.નર્મદા )ના વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવેલ જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મંજુર થતાં  એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા તેમની ટીમ મારફતે અરવિંદભાઇ શાંતીલાલ વસાવાને આજરોજ ડીટેઇન કરી પોલીસ જાપ્તા સાથે પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

(10:57 pm IST)