ડેડીયાપાડાના થપાવી ગામે જુગાર રમતા ચાર જુગારીયોને રોકડ રૂ.૨૪,૬૫૦ સાથે ઝડપી લેતી એલ.સી.બી. નર્મદા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ વડા હિમકર સિંહએ સુચના આપતા એ. એમ. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો ડેડીયાપાડા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન બાતમી મળેલ કે થપાવી ગામે નિશાળ ફળીયામાં કેટલાંક શખ્શો હાર જીતનો જુગાર રમેં છે,જેથી બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા રેઇડ કરતા ચાર જુગરિયાઓમાં ( ૧ ) નટવર સોમાભાઇ વસાવા )રહે.સુકાઆંબા તા.ડેડીયાપાડા ( ૨ ) આકાશ નરેશભાઇ વસાવા ( ૩ ) સુરેશ ઉબેડીયા ભાઇ વસાવા બંન્ને( રહે નિગટ તા.ડેડીયાપાડા ( ૪ ) દેવેન્દ્ર ઇશ્વરભાઇ વસાવા (રહે.થપાવી) ને ઝડપી પાડી તેમની પાસેથી દાવ ઉપરના તથા અંગઝડતીના રોકડ રૂ .૨૪,૬૫૦ તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૬,૦૦૦ તથા મો.સા.૧ કિ.રૂ. ૧૫,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ. ૪૫,૬૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.