ગુજરાત
News of Thursday, 25th February 2021

૩થી ૮ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશેઃ ૧૫મીથી પરીક્ષા

રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો : તમામ સ્કૂલોને પરીક્ષા ફરજિયાતપણે લેવા પરિપત્ર દ્વારા સરકારનો શાળાઓને આદેશ, પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

અમદાવાદ, તા.૨૯ : સ્કૂલોમાં ધોરણ ૬થી ૧૨ના વર્ગો શરૂ થઈ ગયા છે ત્યારે હવે સરકારે જાહેરાત કરી છે કે ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને પરીક્ષા લેવા માટે આદેશ કરી દીધો છે. જે અનુસાર, પ્રથમ સત્રાંત પરીક્ષા ૧૫ માર્ચથી યોજવામાં આવશે. પરિપત્ર અનુસાર, તમામ સ્કૂલોએ પરીક્ષા ફરજિયાતપણે લેવી પડશે.

*          ૧૫ માર્ચથી પ્રથમસત્રની નિદાન કસોટીનો કાર્યક્રમ

*          ૧૫ માર્ચઃ ધોરણ -, વિષયઃ ગણિત, સમયઃ ૧૧થી , માર્ક્સઃ ૪૦

*          ૧૬ માર્ચઃ ધોરણ -, વિષયઃ ગુજરાતી (પ્રથમ ભાષા), સમયઃ ૧૧થી , માર્ક્સઃ ૪૦, ગુજરાતી (દ્વિતિય ભાષા) માટેનો સમય ૨થી

*          ૧૭ માર્ચઃ ધોરણ -, વિષયઃ પર્યાવરણ, સમયઃ ૧૧થી , માર્ક્સઃ ૪૦, ધોરણ -, વિષયઃ વિજ્ઞાન, સમયઃ ૨થી , માર્ક્સઃ ૮૦, સમયઃ ૨થી

*          ૧૮ માર્ચઃ ધોરણઃ , વિષયઃ હિન્દી, સમયઃ ૧૧થી , માર્ક્સઃ ૪૦, ધોરણઃ -, વિષયઃ સામાજીક વિજ્ઞાન, સમયઃ ૨થી , માર્ક્સઃ ૮૦

*          ૧૯ માર્ચઃ ધોરણઃ , વિષયઃ અંગ્રેજી, સમયઃ ૧૧થી , માર્ક્સઃ ૪૦

*          ધોરણઃ -, વિષયઃ અંગ્રેજી, સમયઃ ૨થી , માર્ક્સઃ ૮૦

*          ૨૦ માર્ચઃ ધોરણઃ ૬થી , વિષયઃ હિન્દી, સમયઃ ૮થી ૧૧, માર્ક્સઃ ૮૦

*          ૨૨ માર્ચઃ ધોરણઃ ૬થી , વિષયઃ સંસ્કૃત, સમયઃ ૧૧થી , માર્ક્સઃ ૮૦

પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજીક વિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને તમામ સ્કૂલોમાં એક પ્રશ્નપત્ર રહેશે. એટલું નહીં, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પરીક્ષા આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ પ્રાથમિક શાળાના ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ થઈ શક્યા છે. જોકે, સ્કૂલો વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવી રહી છે. કસોટીનો હેતુ વિદ્યાર્થી શેમાં કાચો છે તે જાણવાનો છે. શિક્ષકોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ જલ્દીથી પેપરો તપાસી લે, જેથી વિદ્યાર્થીવાર ઉપચાર કાર્ય શરૂ થઈ શકે.

ઉપરાંત, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાનની પરીક્ષા સમાન રહેશે. બાકીના વિષયોની પરીક્ષા ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલો સ્વૈચ્છિક રીતે લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શાળામાં વખતે પણ ગત વર્ષની માફક માસ પ્રમોશન કરાશે કે કેમ તેની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. શિક્ષણ મંત્રીએ થોડા સમય પહેલા મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સરકારનો માસ પ્રમોશન આપવાનો કોઈ પ્લાન નથી અને વિદ્યાર્થીઓ જેટલું ભણ્યા છે તેટલાની તેમને પરીક્ષા આપવી પડશે.

(9:16 pm IST)