ગુજરાત
News of Thursday, 25th February 2021

વડોદરા ટ્રેનમાં ઊંઘવું ઓરિસ્સાના રહેવાસીને ભારે પડ્યું:ગઠિયો મોબાઈલ ચોરી ફરાર

વડોદરા:ઓરિસ્સાના રહેવાસી સુભાષભાઈ શાહુ 23મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેર જવા માટે પુરી અજમેર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે રાત્રે  તેઓ મોબાઈલ ફોન ચાર્જિંગ માં રાખી સુઈ ગયા હતા. 

વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન આવતા આંખ ઉઘડી હતી અને મોબાઇલફોનની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. રૂપિયા 5 હજારની કિંમત ધરાવતા મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ગઠિયો નાસી છૂટવા મામલે વડોદરા રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં મહારાષ્ટ્રના રહેવાસી અશોક રાજપાલ પત્ની સાથે પુના રેલવે સ્ટેશનથી કેવડીયા જવા માટે પુણે ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. 22મી ફેબ્રુઆરીના રોજ રાત્રે તેઓ ઊંઘી ગયા હતા. સવારે વડોદરા રેલવે સ્ટેશન નજીક પત્નીના માથા નીચે લેડીઝ પર્સ ગાયબ જણાઈ આવ્યું હતું. 

જે પર્સમાં રોકડા રૂપિયા 11 હજાર, રૂપિયા 14 હજારની કિંમતનો મોબાઇલફોન તથા રૂપિયા 3 હજારની કિંમતની સોનાની રીંગોનો સમાવેશ થાય છે. રૂપિયા 28000 ની મત્તા ભરેલું પર અજાણ્યો ગઠિયો લઇ નાસી છૂટવા મામલે તેઓએ પોલીસે ફરિયાદ નોંધાવી છે.

(5:40 pm IST)