ગુજરાત
News of Thursday, 25th February 2021

મનપા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 53,02 ટકા : કોંગ્રેસનો જનાધાર ઘટીને 26,86 ટકા : આપ અને AIMIM ની 13,98 ટકા મત સાથે એન્ટ્રી

કોંગ્રેસના વોટ શેરમાં 14,71 ટકાનું જબરું ગાબડું : અપક્ષોના મતમાં પણ 2 ટકાનો ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, સુરત સહિત છ મહાનગરપાલિકાઓની યોજાયેલી ચૂંટણીના પરિણામો 23 ફેબ્રુઆરીના રોજ જાહેર થયા હતા. જેમાં કુલ 575 બેઠકો પૈકી 482 પર ભાજપ, 55 બેઠકો પર કોંગ્રેસ, 27 બેઠકો પર આમ આદમી પાર્ટી, 3 બેઠકો પર બહુન સમાજ પાર્ટી, 7 બેઠકો ઓલ ઈન્ડિયા મજલસ એ એતાહાદુલ મુસ્લિમીનના તથા 1 બેઠક પર અપક્ષના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.

ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ સામે આવેલી માહિતી મુજબ કોંગ્રેસના 178 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. 1340 ઉમેદવારોનો પ્રચાર ખર્ચ પણ માથે પડ્યો છે. માત્ર 55 બેઠકો જીતી શકેલી કોંગ્રેસનો જનાધાર 41.57 ટકાથી ઘટીને 26.86 ટકા થઈ ગયો છે. આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમની 13.98 ટકા મત સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ વખતે અપક્ષને ઓછા મત મળ્યાં છે. 2015માં અપક્ષને 3.47 ટકા મત મળ્યાં હતા, જે આ વખતે ઘટીને 1.48 ટકા થયા છે. ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 53.08 ટકા રહ્યો છે. આ વખતે ભારતીય સામ્યવાદી પક્ષને શૂન્ય ટકા મત મળ્યાં છે.

(11:27 am IST)