ગુજરાત
News of Thursday, 25th February 2021

બગોદરા- અરણેજ રોડ પર મજૂરને લઇ જતી તુફાન ગાડી ટ્રેલર પાછળ અથડાઈ : ત્રણ શ્રમિકોના મોત : પાંચને ઇજા

તુફાનમાં સવાર લોકો દાહોદથી સૌરાષ્ટ્રમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો

અમદાવાદ બગોદરા-અરણેજ રોડ પર અકસ્માત સર્જાયો હતો . મજુરોને લઈને જતી ગાડી ટ્રેલર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતમાં ઈજાગ્રસ્તને ૧૦૮ દ્વારા પહેલા બગોદરા સરકારી હોસ્પીટલ ખસેડાયા બાદમાં તેમને અમદાવાદમાં રીફર કરાયા હતા.

જાણવા મળ્યા મુજબ તુફાનમાં સવાર લોકો દાહોદથી સૌરાષ્ટ્રમાં જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતદેહને પીએમ માટે બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા છે. તો વળી અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:48 am IST)