ગુજરાત
News of Thursday, 25th February 2021

ડેડીયાપાડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી ૨૮ ફેબ્રુઆરીના દિવસે નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાનાર હોવાથી પ્રજાને સુરક્ષા અને શાંતિ મળી રહે તેવા હેતુસર પોલીસ દ્વારા ડેડીયાપાડામાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી, ફ્લેગ માર્ચમાં ડેડીયાપાડા પી.એસ.આઈ. એ.આર ડામોર સહિત પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા,ફ્લેગમાર્ચ ડેડીયાપાડા પો.સ્ટે થી નીકળી યાહામૉગી સર્કલ થઈ લીમડા ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી.

(10:30 pm IST)