ખેડા ટાઉન પોલીસે રાત્રીના સુમારે પેટ્રોલિંગ દરમ્યાન ઉમિયાપુરા પાટિયા નજીક રિક્ષામાં લઇ જવાતા 18 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
ખેડા: ટાઉન પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગ દરમિયાન નવાગામ બસસ્ટેન્ડ નજીક હતી ત્યારે માહિતી મળી હતી કે બારેજડી ગામેથી એક સીએનજી રી-ાા નં. જીજે-૨૭, ટીએ-૫૫૭૮માં વિદેશી દારૂ ભરી મહીજ લાલી થઈ બારેજા તરફ જનાર છે. રી-ાાની આગળ ભુરા રંગનું બજાજ પલ્સર બાઈક ન.ં જીજે-૨૭, ડીએ-૬૩૭૧ પાયલોટીંગ કરે છે. જેથી પોલીસની ટીમે સાંજના સમયે ખેડા તાલુકાના ઉમીયાપુરા પાટીયા નજીક આવેલ ખારીકટ કેનાલ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન પલ્સર બાઈક અને તેની પાછળ સીએનજી રી-ાા આવતાં પોલીસે આ બંને વાહનો રોક્યાં હતાં. બાઈકચાલક હર્ષ પરમાર (રહે.ઈન્દિરાનગર, વસઈ, તા.દસક્રોઈ) તેમજ રી-ાાચાલક કિશન ગોરીયા (રહે.વાલ્મિકીવાસ, વસઈ, તા.દસક્રોઈ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમે રી-ાાની તલાશી લેતાં રી-ાાની પાછળની સીટ ઉપર મૂકેલા બે થેલામાંથી રૂા.૧૮,૫૦૦ કિંમતની વિદેશી દારૂની ૩૭ બોટલો મળી આવી હતી. જે પોલીસે કબજે લીધી હતી. પોલીસે કડકાઈ દાખવી પકડાયેલા બંને ઈસમોની પુછપરછ કરતાં તેઓએ આ દારૂનો જથ્થો બારેજડીના લાલાભાઈ પાસેથી લાવ્યાં હોવાની કબૂલાત કરી હતી.