ગુજરાત
News of Tuesday, 25th February 2020

મહેસાણાના કડીમાં તસ્કરોનો તરખાટ:એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટ્યા:રોકડ સહીત દાગીનાની ઉઠાંતરી કરી રફુચક્કર

મહેસાણા:કડી શહેરમાં એક રાતમાં ચાર બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને રોકડ તેમજ દાગીના સહિત રૃ.અઢી લાખ જેટલી મત્તાની ચોરી કરીને નાસી છૂટયા હતા. અંગે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કડી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીહત્યાછેતરપિંડીબળાત્કાર જેવી ગંભીર પ્રકારની ઘટનાઓનો ગ્રાફ ઊંચકાયો છે. ત્યારે રવિવારની રાત્રિએ તસ્કરોએ અલદેસણ રોડપર આવેલ ખ્વાજા પાર્ક સોસાયટીનાનીકડીમાં સંતરામ સીટી સોસાયટી સહિત જુદા જુદા સ્થળોએ આવેલા ચાર બંધ મકાનોમાં હાથફેરો કર્યો હતો. જેની સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ઉદ્યોગનગરમાં ભંગારના વેપારી મહેસુલ રસુલભાઈ મનસુરી ખ્વાજાપાર્ક સોસાયટીમાં રહે છે. તેમનો પરિવાર સામાજિક પ્રસંગે હાજરી આપવા બહાર ગામ ગયો હતો. તકનો લાભ ઉઠાવી અજાણ્યા શખસોએ તેમના મકાનના દરવાજાનું તાળુ તોડી અંદરથી રોકડ અને દાગીના મળી રૃ.દોઢ લાખની મત્તાની ચોરી કરી હતી. જ્યારે બીજા મકાનમાંથી રૃ. હજારની રોકડ ચોરી કરી નાસી છૂટયા હતા. ઉપરાંત નાનીકડી વિસ્તારમાં આવેલ સંતરામ સીટી સોસાયટીમાં રહેતા કલ્પેશ નાયી સહિત બે મકાનોમાં તસ્કરોએ હાથફેરો કરીને અહીંથી સોનાના દોરા અને રૃ.૨૫ હજારની રોકડની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં કડી પોલીસની ટીમ આવી પહોંચી હતી અને આરોપીઓની શોધખોળ આરંભી હતી.

(5:24 pm IST)