ગુજરાત
News of Sunday, 25th February 2018

સાબરકાંઠા જિલ્લામાં ઘઉંના ઉભા પાકને મોટાપાયે નુકશાન :પાક નીચે પડી ગયો

વાવણી સમયે ગરમી,કમોસમી વરસાદ અને લણવાના વેળાએ પવનથી માઠીઅસર

રાજકોટ તા:24 સાબરકાંઠા જિલ્લામાં ઘઉંના ઉભા પાકને નુકશાન થયું છે જાણવા મળ્યા મુજબ ભારે પવનથી પાક નીચે પડી જવાની સમસ્યા ઉભી થઇ છે સાબરકાંઠા જિલ્લામાં ઘઉંની વાવણી સમયે ભારે ગરમી પડી હતી બાદમાં કમોસમી વરસાદને કારણે નુકશાન જોવા મળ્યા બાદ હાલમાં ઘઉં લણવાની સીઝનમાં અચાનક પવનને કારણે ઉભો પાક નીચે પડી જતા ખેતરમાં 25 થી 30 ટકા જેવું નુકશાન થયાનું મનાય છે પવનથી ઘઉં નીચા પડી જતા હોવાથી ઘઉં પાતળા પાડવા અને ઘઉંમાં કાળી ટિપકી લાગી જવાનો ભય રહેલો છે સાબરકાંઠા જીલ્લામાં ઘઉંનું 80 હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે

(6:08 pm IST)