ગુજરાત
News of Sunday, 25th February 2018

મહેસાણામાં કન્‍યા શાળા નં.૧માં શાપ નીકળતા અફળાતફળી :૩૮ મીનીટ સુધી દહેશત :નિષ્‍ણાંતે ચાપ પકડતા હાશકારો

મહેસાણા: કન્‍યા શાળા નં. ૧, અહીંના હૈદરી ચોક વિસ્‍તારમાં આવેલ છે આ શાળામાં અચાનક મોટો સાપ નીકળતાં દોડધામ મચી હતી. સાંજે ૪.૧૦ કલાકે નીકળેલા સાપને પકડી લઈ નિર્જન અને સલામત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. સળંગ ૩૮ મિનિટ સુધી સાપને કારણે કન્યા શાળામાં દહેશત ફેલાઈ રહી હતી અને સાપ પકડનાર નિષ્ણાંતને બોલાવ્યા બાદ સાપ પકડાયો હતો. ત્યારબાદ, શાળાના સ્ટાફ અને છાત્રોએ હાશકારાનો અનુભવ કર્યો હતો.

આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહેસાણા શહેરમાં હૈદરી ચોક વિસ્તારમાં આવેલી કન્યા શાળા-૧માં ગઈ કાલે ૪.૧૦ કલાકે એક મોટો સાપ આવી ચઢયો હતો. જેના કારણે ત્રસ્ત સ્ટાફે વિવિધ સ્તરે મદદ માટે જણાવેલ.

અહીંના  ડિઝાસ્ટર કચેરીને જાણ સાંજે ૪.૧૦ કલાકે થઈ હતી. તુરંત ૪.૧ર કલાકે સામ પકડનાર જયંતિભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, સાંજે ૪.૧૪ કલાકે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે ૪.ર૪ કલાકે મહેસાણા મામલતદાર કચેરીને પણ જણાવાયુ હતું.

મળતી માહિતી મુજબ  સાંજે ૪.૪૮ કલાકે સાપ પકડનાર અન્ય જાણકાર મુકેશભાઈ આવી પહોંચ્યા હતા અને સાપને પકડી લીધો હતો. છેલ્લે સાંજે પ.૧૮ કલાકે વન વિભાગે સંદેશો પાઠવ્યો હતો કે, સાપને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો છે જેથી શાળામાં હાશકારો અનુભવ્‍યો હતો.

(12:35 pm IST)