ગુજરાત
News of Tuesday, 25th January 2022

રાજ્યના 70 મદદનીશ પોલીસ કમિશનર-એસીપીની બદલીના ઓર્ડર: રાજકોટના બે એસીપી બદલાયા: રાજકોટમાં સાયબર ક્રાઇમમાં અરવલ્લીના વિશાલ રબારીની નિમણુંક

 રાજકોટ: રાજ્યના 70 એસીપીની બદલીના ઓર્ડર નીકળ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ST-SC સેલના ACP એસ.ડી.પટેલને M ડિવિઝન અમદાવાદ ખાતે બદલવામાં આવ્યા છે. જ્યારે  સાયબર ક્રાઇમ પોલીસ મથકના ACP જી.ડી.પલસાણાની E ડિવિઝન વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમમાં અરવલ્લી SC ST સેલના ACP વિશાલ રબારીની નિયુક્તિ થઈ છે. બદલીનું લિસ્ટ આ મુજબ છે.

(6:46 pm IST)