સુરતના ઉઘના-મગદલ્લા રોડ નજીક મોપેડ પર પસાર થઇ રહેલ કાપડ દલાલને નિશાન બનાવી બાઈક સવાર સ્નેચરો 45 હજારની સોનાની ચેઇન તફડાવી છૂમંતર....
સુરત: ઉધના-મગદલ્લા રોડ સ્થિત નર્મદ યુનિવર્સિટી પાસેથી મોપેડ પર પસાર થઇ રહેલા કાપડ દલાલને નિશાન બનાવી બાઇક સવાર સ્નેચરો રૂ. 45 હજારની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. ઘટના અંગે ઉમરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. રીંગરોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટોમાં કાપડ દલાલીનું કામ કરતા પ્રદીપકુમાર જશવંતરાજ જૈન (ઉ.વ. 33 રહે. સી 611, રૂદ્રમ એવન્યુ, વેસુ અને મૂળ, શ્રવણી પ્રાઇડ, બસવનગુડી, બેંગ્લોર, કર્ણાટક) પખવાડીયા અગાઉ નાના ભાઇ મનિષ જૈન સાથે મોપેડ પર કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાનમાં ઉધના-મગદલ્લા રોડ નર્મદ યુનિવર્સિટી નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કાળા કલરની પલસર બાઇક પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી પાછળ બેસેલા સ્નેચરે પ્રદીપ જૈનના ગળામાંથી રૂ. 45 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. પ્રદીપ અને મનિષે સ્નેચરોનો સોમેશ્વરા ચોકડી સુધી પીછો કર્યો હતો. પરંતુ સ્નેચરો ભાગી જવામાં સફળ રહ્યા હતા.