ગુજરાત
News of Tuesday, 25th January 2022

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આર.ટી.ઓ કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉઠ્યા

સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર ખાતે છેલ્લા કેટલાક સમયથી કોરોના વિસ્ફોટ થવાની સાથે દિનપ્રતિદિન રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવના કેસો નોંધાઈ રહ્યા છે. તેને પગલે આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઈનનો અમલ કરાવી કોરોનાના વધતા જતા કેસોને કાબુમા લેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

બીજી તરફ હિંમતનગરની આર.ટી.ઓ. કચેરીમાં લાયસન્સ તથા વાહનોને લગતી જુદી જુદી કામગીરી અર્થે આવતા વાહન ચાલકો માસ્ક પહેર્યા વગર સાશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી લાંબી લાઇનોમાં ઉભા રહી કોરોનાને ખુલ્લુ આમંત્રણ પાઠવી રહ્યા છે ત્યારે આર.ટી.ઓ. વિભાગ દ્વારા કોરોના ગાઈડ લાઈનનો અમલ કરાવવા કોઈ ઠોસ પગલા ભરવામાં ન આવતા સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત આર.ટી.ઓ. વિભાગ દ્વારા પીવાના પાણી સહિત શૌચાલય માટે યોગ્ય સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા બે પરવાહ તંત્રની કામગીરીની રીતભાતથી કામગીરી અર્થે આવતા વાહન ચાલકો તથા લાયસન્સ ધારકોમાં કચવાટની સાથે રોષની લાગણી પ્રવતી રહી છે.

જિલ્લાના આર.ટી.ઓ. કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી લાયસન્સની તથા વાહનોની લગતી કામગીરી અર્થે હિંમતનગર શહેર તેમજ દુર દુરના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આવતા વાહન ચાલકો કોરોના ગાઈડ લાઈનનો ખુલ્લેઆમ ભંગ કરી સોશીયલ ડિસ્ટન્સ તથા માસ્ક વિના જુદી જુદી કામગીરી અર્ગે આર.ટી.ઓ. કચેરીની બારીઓ આગળ ટોણાવળી કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હોવાથી કોરોના સંક્રમણ થવાનો ખતરો ઉભો થતો હોવા છતાં આર.ટી.ઓ. વિભાગ દ્વારા કોરોના ગાઈડ લાઈનનો અમલ કરાવા કોઈજ તકેદારી રાખવામાં ન આવતી હોવાની સાથે કચેરીમાં આવતા અરજદારો માટે સેનેટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

 

(5:39 pm IST)