ગુજરાત
News of Tuesday, 25th January 2022

પેપરલીક કાંડમાં તપાસ ધીમી :કેસ અભેરાઈએ ચડાવાય તેવી ચર્ચા : 72 આરોપીઓનો દાવો : પોલીસ માત્ર 33 પકડીને સંતુષ્ઠ

સમગ્ર તપાસનો રેલો ગાંધીનગર પહોંચે તે પહેલા જ પ્રક્રિયાને લકવો મારી ગયો

અમદાવાદ : ગુજરાતમાં હેડ ક્લાર્ક પેપર લીક કેસ મામલે પોલીસની  કામગીરી ઢીલી સાબિત થઇ રહી છે. પેપર લીક મામલે હવે કોઈ જ ગતિવિધિઓ સામે નથી આવી રહી. જે કઈ ધમધમાટ હતો, તે પેપર લીક્ના સુત્રધારો હતા તે ઝડપાયા પછી આખી પ્રક્રિયા 'ગોકળ ગાય' ગતિમાં ચાલી રહી હોવાનું ફલિત થાય છે.  સમગ્ર તપાસનો રેલો ગાંધીનગર પહોંચે તે પહેલા જ પ્રક્રિયાને લકવો મારી ગયો છે. આખા પેપર લીક કાંડની તપાસમાં ફરી ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. પરીક્ષા રદ્દ થયાની જાહેરાત કરાયા બાદ તપાસ પણ અભરાઈ પર ચઢાવી દેવાઈ હોવાનો ઘાટ સજાયો હોવાની વિધાર્થીઓને પ્રતીતિ થઇ રહી છે

ગુજરાતમાં બહુ ચર્ચિત પેપર લીક કાંડ બાદ એક સપ્તાહના ધમધમાટ બાદ સમગ્ર ઉત્તર ગુજરાત તરફ ધ્યાન ખેંચાયું હતું. યુવાઓ પણ ઉત્સુક હતા કે પેપર લીકમાં કોની, અને કેવી વરવી ભૂમિકા છે. પરંતુ 33 આરોપીઓ ઝડપાયા બાદ પોલીસ નિષ્કિય થઇ ગઇ હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે. પોલીસનો દાવો તો એવો રહ્યો કે,72 કરતા વધુ આરોપીઓ સમગ્ર પેપર લીક કાંડમાં સંડોવાયા છે. આમ છતાં હાલમાં પેપર લીક કાંડ તપાસમાં પોલીસ પાસે કોઇ અપડેટ નથી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે અત્યારસુધી 1 કરોડ જેટલી રકમ જપ્ત કરી છે. તો મુખ્ય આરોપી જયેશ પટેલના બેંક એકાઉન્ટમાં 8 લાખ રૂપિયા ફ્રીજ કરાયા છે. પ્રાંતિજ નજીક પ્રાંતિજના ઉંછાના ફાર્મ હાઉસમાં પેપર લીક થયું હતું. આ પેપર લીક થવાના કારણે રાજ્યના 84 હજાર યુવાઓનાં ભવિષ્ય સાથે એક ઝાટકે ગેમ થઇ ગઈ હતી   

(7:07 pm IST)