ગુજરાત
News of Tuesday, 25th January 2022

અગર ગામ નજીક થયેલા ફેટલના ગુનામાં અકસ્માત કરી નાશી ગયેલા ચાલકને શોધી કાઢતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગ વાણી દૂધાત તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર કેવડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા કામગીરી કરવા સુચના કરતા તિલકવાડા પો.સ્ટે.નો ગુનો તા .૨૦ / ૦૧ / ૨૦૨૨ના કલાક ૧૦/૧૦ વાગે દાખલ થયેલ જેની હકીકત મુજબ અગર નવી વસાહત ગામે કલેડીયા તરફથી રોડ ઉપર છોટા હાથી ટેમ્પો પુરઝડપે ચલાવી લાવી પલ્સર ટુ ટુવેન્ટી જેનો રજી.નં- GJ - 34 - J - 9618 મો.સા. ચાલક સાથે એક્સીડન્ટ કરી ફરીયાદી અજયભાઇ રતિલાલ ભાઇ ભીલ તથા મરનાર મેહુલભાઇ ચન્દ્રકાંતભાઇ ભીલ તથા સાહેદ સંજયભાઇ રાજુભાઇ ગાંધીને રોડ ઉપર પાડી દઈ ફરીયાદીને ઈજાઓ કરી તથા સંજયભાઇ રાજુભાઇ ગાંધીને સાધારણ ઈજા કરી તેમજ મેહુલભાઇ ચન્દ્રકાંતભાઇ ભીલને માથાના પાછળના ભાગે તથા મોંઢાના ભાગે ગંભીર ઈજા પોચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી ભાગી ગયેલ જે ગુનો રજીસ્ટર થયેલ, જેની તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર તિલકવાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ હોય જે ગુનાની તપાસ દરમ્યાન અગર ચોકડી પાસે ગુનો બનેલ હોય જેથી તેજ દિવસથી એક પોલીસ પોઈન્ટ નાઈટ રાઉન્ડ દરમ્યાન ચાલુ કરવામાં આવેલ જેમાં શંક્મદ છોટા હાથી ટેમ્પા બાબતે C.C.T.V કેમેરા ચેક કરવામાં આવેલ, તપાસ દરમ્યાન અગર ગામનાં GJ - 17 −7 7-4022 નો મળી આવતા તેના સાઈડ ગ્લાસ તુટેલો હોય અને કબજે કરેલ તુટેલા પાર્ટ મેચ કરતા મેચ થઈ જતા છોટા હાથીના ચાલક જગદીશભાઈ નારણભાઈ ભીલ નાઓએ આ ગુનાની કબુલાત કરતા તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં તિલકવાડા પો.સ્ટે.ના પીએસઆઈ એ.બી. વસાવા અને તેમની ટીમેં ગુનો ડિટેકટ કરવામાં સફળતા મેળવી હતી

(10:28 pm IST)