ગુજરાત
News of Monday, 25th January 2021

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મનપાની ચૂંટણી લડવા તત્પરતા દર્શાવી

ઇમરાને કહ્યું કે, હું લડીશ તો જમાલપુર, ખાડિયા અને બહેરામપુરા ત્રણેય વોર્ડમાં કોંગ્રેસ જીતશે :જમાલપુર જ નહીં ખાડિયા વોર્ડમાંથી પણ ચૂંટણી લડવા તૈયાર

અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, હું લડીશ તો બાજુના વોર્ડની બેઠક પણ જીતાડીશ. હું લડું તો જમાલપુર, ખાડિયા અને બહેરામપુરા ત્રણેય વોર્ડમાં કોંગ્રેસ જીતશે. તેમણે જમાલપુર જ નહીં ખાડિયા વોર્ડમાંથી પણ ચૂંટણી લડવા તૈયાર હોવાનું જણાવ્યું હતું

 રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ 2જી માર્ચે જાહેર થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી બની ગઇ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ 6577 વોર્ડ અને 9094 બેઠકો માટે 4.09 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

(8:32 pm IST)