ગુજરાત
News of Monday, 25th January 2021

ભિલોડા પોલીસ સ્ટેશનમાંથી બુટલેગરોને ભગાડી જનાર આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો

મોડાસા: ગાંધીનગર જિલ્લાના ભાટ ગામનો કુખ્યાત બુટલેગર સંદીપ ઉર્ફે મોન્ટુને ગત જાન્યુઆરીના રોજ ભિલોડા પોલીસે પંથકની ધોલવાણી ચોકડી પરથી શકમંદ હાલતમાં ઝડપી લીધો હતો. આરોપી અંગે -ગુજકોપ દ્વારા તપાસ કરાતાં બુટલેગર વિરૂધ્ધ અડાલજ(ગાંધીનગર) અને ગાંભોઈ (સાબરકાંઠા) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ના બે ગુનાઓ નોંધાયા હોવાનું અને આરોપી વોન્ટેડ હોવાનું જણાતાં હવાલાતે કરાયો હતો.

પરંતુ અટકના પાંચ કલાકમાં આરોપી ભિલોડા પોલીસ સ્ટેશનમાંથી ભાગી છુટયો હતો.અને તેને ભગાડવામાં સ્કોડા ગાડી નં.જીજે.૧૬.એજે.૯૦૩૬ ના ચાલક દિક્ષીત ઉર્ફે પપ્યુ મોહનભાઈ ચાવડા રહે.ભાટગામ,બજરંગ શોપીંગ સેન્ટર પાછળ બીજા મકાનમાં તા.જિ.ગાંધીનગર નો હોવાનું તપાસમાં જણાઈ રહયું હતું.

વોન્ટેડ સહઆરોપીને અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચે ર્વાચ દરમ્યાન ઝડપી લીધો હતો અને ભિલોડા પોલીસને હવાલે કરાયો હતો.

ભિલોડા પોલીસ ઈન્સ્પેકટર મનીષ વસાવા આરોપીનો કબ્જો લઈ ગુનામાં ફરાર બુટલેગર ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

(5:29 pm IST)