ગુજરાત
News of Monday, 25th January 2021

ગાંધીનગરમાં બેંકના એટીએમ સાથે છેડછાડ કરી 1.19લાખની રકમ ઉપાડી લેનાર ત્રણ ગઠિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ:સીસીટીવિના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર:શહેરના ઇન્ફોસીટીમાં આવેલી પંજાબ એન્ડ સિંધ બેન્કના એટીએમમાં છેડછાડ કરીને ત્રણજેટલાં ગઠીયાઓએ મશીનમાંથી અલગ અલગ કાર્ડ વડે .૧૯ લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે બેન્ક મેનેજરે ઇન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ગઠીયાઓની શોધખોળ શરૂ કરી છે. રૂપિયા ઉપાડતા સમયે ગઠીયાઓએ એટીએમના સીસીટીવી કેમેરા ઉપર રૂમાલ નાંખી દઇને ગુનો આચર્યો હતો.

હાલના ડીઝીટલ યુગમાં નવા નવા પ્રકારે છેતરપીંડી કરવામાં આવી રહી છે ત્યારે બેન્કના એટીએમ પણ સલામત રહ્યા નથી. એટીએમમાં પણ ટેકનોલોજીની મદદથી રૂપિયા કાઢી લેતાં હોય છે. આવી ઘટના શહેરના ઇન્ફોસીટીમાં આવેલી પંજાબ એન્ડ સિંધ બેન્કમાં બની છે. બ્રાન્ચ મેનેજર વૈભવભાઇ દિનેશભાઇ શાહે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત તા. જાન્યુઆરીએ તે બેન્કમાં હાજર હતા તે સમયે અન્ય બેન્ક તરફથી -મેલ આવ્યો હતો અને તેમાં કહ્યું હતું કે, ગત તા.૨૫મી ડિસેમ્બરે બેન્કના ખાતાધારક દ્વારા એટીએમમાંથી રૂપિયા નીકાળવા જતાં રૂપિયા નીકળ્યા હતા અને ખાતામાંથી ડેબીટ થઇ ગયા હતા. જેના પગલે વૈભવભાઇએ બેન્કના સીસીટીવી તપાસતાં  નાણાં નીકળ્યા હોવાનું જણાવ્યું હતું અને સંદર્ભે એટીએમ સેલને જાણ કરી હતી અને તેઓએ ફરિયાદ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ સીસીટીવી ફુટેજ તપાસતાં ગત તા.૨૫મી ડિસેમ્બરના બપોરે વાગ્યાથી ત્રણ શખ્સો એટીએમમાં આવ્યા હોવાનું અને એટીએમની અંદર લગાવેલાં સીસીટીવીને કપડાથી ઢાંકી દીધો હતો પરંતુ થોડો ભાગ ખુલ્લો રહી જતાં સીસીટીવીમાં શખ્સોએ ડુપ્લીકેટ ચાવીથી મશીનની સ્ક્રીન ખોલીને રાત્રે નવ વાગ્યા સુધી બે  એટીએમ કાર્ડ વડે બાર વખત .૧૯ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પ્રકારની છેતરપીંડીથી બેન્કના કર્મચારીઓ પણ ચોંકી ઉઠયાં હતા અને હાલ મામલે ઇન્ફોસીટી પોલીસે ત્રણ ગઠીયાઓ સામે ગુનો નોંધીને તેમને પકડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે.

(5:26 pm IST)