ગુજરાત
News of Monday, 25th January 2021

સુરતના કડોદરામાં સોસાયટીના ગેટ પર ચઢેલ બાળક વીજ વાયરને અડકી લેતા કરંટ લાગવાથી મોત

સુરત: શહેરના કડોદરામાં બાળક સોસાયટીના ગેટ ઉપર ચઢેલો હતો ત્યારે નજીકથી પસાર થતા વીજ વાયરને તેનો હાથ અડી જવાને કારણે તેને કરંટનો ઝાટકો લાગ્યો હતો. ગંભીર રીતે ઈજા પામેલા બાળકનુ સારવાર દરમિયાન ગઈ કાલે રાત્રે તેનું મોત થઇ ગયું હતું.

નવી સિવિલથી મળતી માહિતી મુજબ કડોદરા ખાતે આવેલ લક્ષ્મી પેલેસમાં રહેતા મદન મંડલનો 10 વર્ષીય પુત્ર કાર્તિક ગત 10મીએ સવારે ઘર પાસેની હરિ કૃષ્ણા સોસાઈટીના ગેટ ઉપર ચડેલો હતો. ત્યારે ગેટ ઉપરથી લપસવા જતા તેનો હાથ ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી ગયો હતો અને ઈલેક્ટ્રીક કરંટનો ઝાટકા લાગતા નીચે પટકાયો હતો

તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે રાત્રે તેનું મોત થઇ ગયું હતું. તેને સંબંધીએ જણાવ્યું હતું કે કાર્તિકને અન્ય એક ભાઈ છે, તેના પિતા કાપડ માર્કેટમાં કામ કરે છે.

(5:25 pm IST)