વડોદરાના હરણી રોડ નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા
વડોદરા: શહેરના હરણી રોડ પ્રાણાયામ હોસ્પિટલ પાસે કારમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને હરણી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી વિદેશી દારૃની ૯૭૨ બોટલ કબજે લીધી છે.
હરણી પોલીસને બાતમી મળી હતી કે, પ્રાણાયામ હોસ્પિટલ પાસે નીલનંદન કોમ્પલેક્સની પાછળ ખુલ્લી જગ્યામાં કારમાં વિદેશી દારૃની હેરાફેરી થવાની છે. જે માહિતીના આધારે હરણી પોલીસના સ્ટાફે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બે કાર ખુલ્લા મેદાનમાં આવીને ઉભી હતી.થોડીવાર પછી ત્રીજી કાર પણ આવી હતી.અને કારમાથી દારૃની બોક્સની હેરાફેરી શરૃ કરી હતી.તે દરમિયાન જ પોલીસે રેડ પાડી ત્રણેય આરોપીને ઝડપી પાડયા હતા.જેમાં (૧) જીતેન્દ્ર કૈલાસ પાનવેલ (૨)અભિલાષ પ્રેમ સિંહ ઠાકોર(બંને રહ.રાજગઢ મધ્યપ્રદેશ) તથા(૩)અમિત શાંતિલાલ માળી(રહે. નાગરવાડા વડોદરા) નો સમાવેશ થાય છે.પોલીસે ત્રણેય કારમાથી વિદેશી દારૃની ૯૭૨ બોટલ (કિંમત રૃપિયા ૭.૨૩ લાખ ) કબજે લીધી છે.પોલીસે ત્રણ કાર ,૪ મોબાઇલ અને વિદેશી દારૃ મળીને કુલ રૃપિયા ૨૦ .૩૨લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે .પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે વિદેશીદારૃનો જથ્થો આરોપી કિરણ કહાર ને પહોંચાડવાનો હતો.જેથી,પોલીસે કિરણ કહારને વોન્ટેડ જાહેર કર્યો છે.