ગુજરાત
News of Monday, 25th January 2021

વિરમગામ શહેરના ઉનના કારખાના નજીક જુગાર રમતા શખ્સોને પોલીસે રોકડ સાથે ઝડપી પાડયા

વિરમગામ:ટાઉન પોલીસે વિરમગામ શહેરના ઉનના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિરમગામ ટાઉન પોલીસ ખાનગી વાહનમાં ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે જુના ઉનના કારખાના પાસે ઈલેક્ટ્રીક થાંભલાના અજવાળે જાહેરમાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરતા સાત શખ્સો () અયુબભાઈ અનવરભાઈ પારડીયા () મન્સુરભાઈ ઈસ્માઈલભાઈ ઘોરી () ઉસ્માનગની રહેમતુલ્લા વારિયા () અયુબ ફકીર મોહંમદ મંડલી () શાહનવાઝ રહેમતુલ્લા વારિયા () મુસ્તાક અહેમદભાઈ વેપારી () સમીર અનવરભાઈ સિપાઈ તમામ રહે. વિરમગામ રૂા. ૫૧૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અંગેની વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહી છે.

(5:21 pm IST)