ગુજરાત
News of Monday, 25th January 2021

આરોગ્‍ય કર્મચારીઓની માંગણી સરકારને સ્‍વીકાર્ય નહીઃ હડતાલ નિર્ણાયક તબક્કે

રાજકોટ, તા., ૨૫: રાજયના આરોગ્‍ય કર્મચારીઓની હડતાલને પખવાડીયુ પુરૂ થઇ રહયું છે. હવે તાલુકા-જીલ્લા પંચાયતોની ચુંટણીની જાહેરાત થઇ ચુકી હોવાથી સરકારે કર્મચારીઓ માટે કોઇ લાભદાયી જાહેરાત કરી શકે તેમ નથી. સરકારનો ઇરાદો પણ ઝુકવાનો નથી. સરકારે હજુ સુધી યુનિયનને મંત્રણા માટે પણ બોલાયેલ નથી. હડતાલ સામે કડક પગલા લેવા આદેશ કર્યો છે. આજે કર્મચારી મહાસંઘની બેઠક ગાંધીનગરમાં યોજાયેલ છે. જેમાં હડતાલ આગળ વધારવી? કે પુરી કરવી? તે બાબતે નિર્ણય થશે. કર્મચારી આગેવાનો દ્વારા કાનુની નિષ્‍ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે. હડતાલ અત્રે સાંજ સુધીમાં ફેંસલાની સંભાવના છે.

(4:52 pm IST)