ગુજરાત
News of Monday, 25th January 2021

કર્ણાવતી પ્રીમિયર લીગનો પ્રારંભ

૬ ટીમો વચ્‍ચે ટક્કરઃ ૩૧મીએ સમાપન થશે

અમદાવાદ રપ : લાયન્‍સ કલબ ઓફ કર્ણાવતીએ સામાજિક પ્રવૃતિઓ માટેભંડોળ એકત્ર કરવા તથા કોવિડ-૧૯ રસીકરણ પ્રત્‍યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્‍ય સાથે કર્ણાવતી પ્રિમીયર લીગ (કેપીએલ) ની પ્રથમ આવૃતિની જાહેરાત કરી છે.

કેપીએલમાં કુલ છ ટીમ-આર્ફિન વોરિયર્સ, કટારિયા ઇન્‍ડયન્‍સ ગુજરાત રોયલ્‍સ, કર્ણાવતી નાઇટ રાઇડર્સ, કેસીકે ચેલેન્‍જર્સ અને લાયન્‍સ સુપર કિંગ્‍સ ભાગ લઇ રહી છે. ૩૧મીએ સમાપન થશે.

કેપીએલના કમીશનર મુકેશ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, કેપીએલની પ્રથમ આવૃતિ દ્વારા અમારો ઉદ્દેશ્‍ય લાયન્‍સ કલબ કર્ણાવતી અમદાવાદના સભ્‍યોને ફીટનેસ અંગે જાગૃતિ અને પ્રોત્‍સાહન આપવાનો તથા સામાજિક સેવા માટે ભંડોળ ઉભુ કરવાનો છે.

પ્રવિણ છાજેડે જણાવ્‍યું હતું કે, કોવિડ-૧૯ સંબંધી ગુજરાત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવા સાથે સામાજિક અંતર અને સ્‍વચ્‍છતાની જાળવણી કરતા અમે કેપીએલ ર૦ર૦-ર૧ નું આયોજન કર્યુ છ.ે

લાયન્‍સ કલબ ઓફ કર્ણાવતીના પ્રેસિડેન્‍ટ કૃણાલ શાહે જણાવ્‍યું હતું કે, ઘણા સમયથી અમારા સભ્‍યો કર્ણાવતી પ્રીમીયર લીગનું આયોજન કરવાની યોજના બનાવતા હતા.અમારો ઉદ્દેશ્‍ય યુવાનોને કલબ તરફ આકર્ષિત કરીને રમત-ગમતની પ્રવૃતિઓની પ્રોત્‍સાહન આપવાનો, પરિવારની સહભાગીતાને સુનિヘતિ કરવાનો તથા ભાઇચારાને બળ આપીને ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવાનો છ.ે

(3:51 pm IST)