ગુજરાત
News of Monday, 25th January 2021

મગરને પથ્થર માર્યો તો જીવ દઇ દઇશઃ આ તો આપણી માતા છે

વડોદરાના અનોખા કિસ્સાનો વિડીયો વાયરલઃ સ્થાનીક પંકજભાઇ પટેલ મગર સાથે વાતો કરે છે

વડોદરા તા. રપઃ અંધ વિશ્વાસ કહો કે હકીકત પણ વડોદરામાં અનોખા બનાવનો વિડીયો વાયરલ થયો છે. જીલ્લાના કરજણમાં જુના બજાર સ્થિત તળાવમાં રહેનાર મગર માટે સ્થાનીક પંકજભાઇ પટેલ કહે છે કે તેને પથ્થર માર્યો તો જીવ આપી દઇશ. વાયરલ વીડીયોમાં તળાવમાંથી મગર બહાર નિકળે છે અને પંકજભાઇ ત્યાં પહોંચી મગર સાથે વાતો કરે છે. આસપાસના લોકો તેમને દુર જવાની સલાહ આપે છે પણ તેઓ નથી માનતા. મગરને નમન કરી તેની ઉપર હાથ ફેરવે છે. તેમ છતાં મગરે તેમના ઉપર હુમલો ન કરેલ અને તળાવમાં પરત ફરેલ.

વીડીયોમાં પંકજભાઇ મગરને કહેતા સંભળાય છે કે તમને (મગરને) કોઇ પથ્થર મારશે તો તમારો આ દિકરો તમારા માટે જીવ આપી દેશે. કોઇ પથ્થર મારશે તો તેઓ (પંકજભાઇ) કોઇ રહેશે નહીં અને મા ને સાથે લઇ જશે. ક્ષમા કરજો મા, કાંઇ નહીં થાય, કંઇ નહીં કરે, આ તો આપણી મા છે. વચન દીધું છે તેમને, કોઇ તેમની રક્ષા કરશે તો તેઓ તેની રક્ષા કરશે. અને જો કોઇ પરેશાન કરશે તો તેઓ પરેશાન થશે. કોઇ ઇંડા મુકવા નથી દેતું એટલે ઇંડા દેવા આવી હતી. 

(3:23 pm IST)