ગુજરાત
News of Monday, 25th January 2021

દેશના સીમાડા સાચવતા સિપાહીઓ માફક કોરોના જેવા દુશ્મન સામે લડનાર મેડિકલ અને પોલીસ સ્ટાફને બિરદાવાયા

કોરોના કાળ અને રાષ્ટ્રિય ભકિતનો અનેરો સંગમ નીરૂપતું અદભૂત કાર્ય પ્રજાસતાક પર્વ પર રિલીઝ થશે : 'હમ જીત જાયેંગે' જાણીતા સિંગર દીપ શિખા ચોધરી ટીમના અદભૂત વિડિયો આલ્બમ કાબિલે દાદ

રાજકોટઃ કોરોના કાળની મહામારી અને રાષ્ટ્રિય ભકિતનો અનોખો સંગમ આલેખતા અદભૂત વિડિયો સોંગ અંતે પ્રજાસતાક પર્વ પર ગુજવા માટે તૈયાર થઇ ગયું છે. 'હમ જીત જાયેંગે' શીર્ષક હેઠળના આ અદભૂત ગીતમાં દેશના સીમાડા દુશ્મનો સામે જે રીતે  સિપાહી સાચવે છે તેવું કોરોના જેવા દુશ્મનો સામે પ્રજાને ઉગારવા માટે ઘર  સીમાડા આરોગ્ય સ્ટાફ અને પોલીસ તંત્ર દ્વારા જાનના જોખમે રાત દિવસ કઇ રીતે ફરજ બજાવી યુદ્ઘ જીતવામાં સાથ આપ્યો તેનું અદભૂત નિરૂપણ અનોખા ચિત્રોના સંકલન સાથે કરવામાં આવ્યું છે જે બદલ દીપ શિખા ચોધરી ટીમ પર તથા એકતા સાઉન્ડ પર અભિનંદન અપરંપાર વર્ષે છે.  અત્રે એ યાદ રહે કે દીપ શિખા ચોધરી કે જેમના ગીતો યુટયુબ પર્ ખૂબ જ લોક પ્રિય છે. અનેક વિડિયો આલ્બમ લોંચ થયા છે તેવા દીપ શિખા ચોધરી વિશ્વની આર્ટ ગેલેરીઓમાં ગુજરાતને ગર્વ અપાવતા જેના ચિત્રો શોભી રહ્યા છે તેવા અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોધરીના પત્ની છે.

(3:21 pm IST)