ગુજરાત
News of Monday, 25th January 2021

હવે હોળીનો તહેવાર પણ સાચવવો જરૂરી

કેસ ઘટયા તે સારી નિશાની, ટોળા ભેગા ન થાય તો વેવની શકયતા નથીઃ ડો.તેજસ પટેલ

રાજકોટઃ હૃદયરોગના વિશ્વ વિખ્યાત સર્જન પદ્દમશ્રી અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.તેજસભાઈ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણ પછી એક વેવની શકયતા હતી. પરંતુ ટોળા ભેગા ન થતાં તેન આવ્યું. કેસમાં સતત ઘટાડો દર્શાવે છે કે ઉત્તરાયણમાં આપણે સાચવી લીધું. હવે હોળીનો મોટો તહેવાર છે. એ પણ આવી જ રીતે કાઢી લઈશું તો પછી કોઈ વેવની શકયતા નથી. કેમ કે પછી ચાર મહિના સુધી કોઈ મોટા ટોળા ભેગા થાય તેવો તહેવાર ભાગ્યે જ આવે છે. અત્યારે કેસ ઘટયા તે સારી નિશાની છે. લોકો કાળજી રાખશે અને ટોળે નહિ વળે તો હવે કોઈ વેવની આશા નથી.

(12:45 pm IST)