ગુજરાત
News of Monday, 25th January 2021

બનાસકાંઠામાં ફૂટપાથ પર સૂઈ રહેલા ત્રણ મજૂરોને ડમ્પરે કચડયા: એકનું મોત

માન સરોવર સિલ્વર બેલ્સ નજીકનો બનાવ: ડમ્પર ચાલક ફરાર

બનાસકાંઠામાં ડમ્પર ચાલકે સુઇ રહેલ 3 મજૂરોને કચડ્યા છે. ફુટપાથ પર સુઇ રહેલા મજુર પર ડમ્પર ફળી વળ્યુ છે.જેમાં એક મજુરનુ ઘટના સ્થળે મોત થયુ છે. અને અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. માન સરોવર સિલ્વર બેલ્સ નજીકનો બનાવ બન્યો છે.અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે

(10:18 am IST)