ગુજરાત
News of Monday, 25th January 2021

ખેડૂત આંદોલનના ગુજરાતમાં પડઘા : "ગુજરાત સમાજિક મંચ" ની દિલ્હી કૂચ

કિસાન પરેડમાં રાજ્યભરમાંથી 600 લોકો 100 ટ્રેકટર સાથે જોડાશે

"ગુજરાત સમાજિક મંચ" ના  લોકોએ  કૃષિ કાયદાના વિરોધમાં  દિલ્લી તરફ કુચ કરી દિલ્લીમાં સિન્ધુ બોર્ડર તથા  અન્ય બોર્ડર પર ચાલી રહેલા  3 કૃષિ કાયદા વિરુધ ખેડુતો પોતાનો વિરોધ પ્રદશન કરી રહ્યા છે. અને આવનારી 26 જાન્યુઆરીના રોજ દિલ્લીમાં  કિસાન પરેડ કરવાના છે  ત્યારે આ આંદોલનના પડઘા ગુજરાતમાં પડ્યા છે.
ગુજરાત સમાજિક મંચના નેજા હેઠળ જુદા જુદા સમાજિક સંગઠન, ખેડુતો, માલધારી, આદિવાસી, મુસ્લિમ અને અનુ.જાતિના લોકો ગુજરાતના વિવિધ  વિસ્તારમાંથી આસરે 600 જેટલા લોકો 100 ટ્રેકટેર સાથે ખેડુતોની સાથે દિલ્લીમાં  26મી  જાન્યુઆરીએ કિસાન પરેડમાં  જોડાશે.
 વધુ માહિતી માટે અનુ વર્મા * મોં,  7879112179) અથવા  અશિમ રોય ( મોં,  9825027412) નો સંપર્ક સાધી શકાય છે

(9:55 pm IST)