News of Saturday, 25th January 2020
આણંદ નજીક કરમસદમાં રહેણાંક સોસાયટીમાં રસોઈ બનાવતી વેળાએ ગેસની બોટલમાં લીકેજ થતા આગ ભભૂકી: ઘરવખરી બળીને ખાખ:લાખોનું નુકશાન
આણંદ: પાસેના કરમસદ ગામે આવેલ એક રહેણાંક સોસાયટીમાં આજે સવારના સુમારે રસોઈ બનાવતી વખતે ગેસની બોટલમાં અચાનક લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. ક્ષણભરમાં આગે વિકરાળ સ્વરૂપધારણ કરતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું.
આ ઘટનાની જાણ વિદ્યાનગર તથા કરમસદ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4:45 pm IST)