ગુજરાત
News of Saturday, 25th January 2020

સુરતમાં હીરાના ઉદ્યોગકારોએ એમએસએમઈ વિભાગના કમિશ્નર સમક્ષ કરેલ ફરિયાદ મંજુર ન થતા 400 કરોડમાં ફસાયા

સુરત: શહેરના ટેક્સ્ટાઇલ, હીરા સહિતના અન્ય ઉદ્યોગકારોએ એમએસએમઈ વિભાગના કમિશનર રણજીત કુમાર સમક્ષ ઘણી બધી ફરિયાદો કરી હતી. મંજુર કરવામાં આવેલા ક્લેઈમ સુદ્ધા ચૂકવવામાં આવતાં નહિ હોવાની ફરિયાદો કરી હતી. હજીરાના સપ્લાયરોએ રુ 400 કરોડ સુધીની રકમ ફસાઇ હોવાની રજૂઆત કમિશનર સમક્ષ મૂકી હતી.

શહેરના જુદાજુદા ક્ષેત્રના ઉદ્યોગકારો સાથે ચેમ્બર ઓફ કોમર્સમાં એમએસએમઈ કમિશનર સાથે એક વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉદ્યોગકારોએ નડતી સમસ્યાઓ અને ફસાયેલા પેમેન્ટ છુટા નહિ થતા હોવાની ફરિયાદ કરતાં તેમણે સરકારમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું.ઉદ્યોગકારો માટેની પોર્ટલમાં સમસ્યાઓ છે અને તેને અપડેટ કરવાની માંગ પણ મૂકવામાં આવી હતી.

(4:45 pm IST)