ગુજરાત
News of Saturday, 25th January 2020

નાંદોદના સિસોદરા ગામમાં ઉધાર મચ્છી લેવા બાબતે બબાલ થતા મચ્છી કાપવના છરા વડે જીવલેણ હુમલો

ઉધાર મચ્છી માંગતા ગ્રાહકને વેચનારે ઉધાર આપવાની ના પાડતા બોલા ચાલી :મચ્છી કાપવના છરા વડે ઘા મારી ગંભીર ઇજા બાદ જાનથી મારી નાંખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામમાં ઉધાર મચ્છી ન આપનાર યુવાન પર જીવલેણ હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી.

   પ્રાપ્ત માહિતી અનુસાર સિસોદરા ગામમાં રહેતા રાહુલ રાજેશભાઇ ભીલ ગામમાં મચ્છી વેચતો હોય ત્યાં ગામનો ઘનશ્યામ કાશીભાઇ વસાવા મચ્છી લેવા રાહુલની દુકાને ગયો ત્યાં ઉઘાર મચ્છી માગતો હોય જેથી રાહુલે તેને જણાવ્યું કે તુ અગાઉ પણ ઉઘાર મચ્છી લઇ ગયો છે જેના રૂપિયા હજુ સુઘી આપ્યા નથી.જેથી તને મચ્છી નહિ મળે તેમ કહેતા ઘનશ્યામ એકદમ ઉશ્કેરાઇ જઈ ગમેતેમ ગાળો બોલી,હુ ક્યા મચ્છીના રૂપિયા નથી આપવાનો હુ ગામ છોડી નાશી નથી જવાનો તેમ કહી ગમેતેમ બોલતો હોય જેથી ગાળો બોલવાની ના પાડતા એ એકદમ ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરી રાહુલનો જ મચ્છી કાપવાનો છરો લઈ તે રાહુલને મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી જમણા હાથના કાડા ઉપર તથા કોણીના ભાગે તથા છાતીના ભાગે મચ્છીના છરા વડે ઘા કરી ગંભીર ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ઘમકીઓ આપી હોય રાહુલના પિતાએ ઘનશ્યામ વિરુદ્ધ ફરિયાદ કરતા આમલેથા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:35 pm IST)