News of Friday, 24th January 2020
વડોદરા : ઝવેરી સિકયુરિટી અને અને અવની પેટ્રોકેમિકલ કંપનીમાં ૧૨ સ્થળોએ આઈટીના દરોડા
વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને તપાસ શરૂ કરી
વડોદરા, તા.૨૪ : વડોદરા શહેરમાં ઝવેરી સિકયુરીટી અને અને અવની પેટ્રોકેમિકલ કંપનીમાં આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે અને વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના સયાજીગંજ આવેલા ઝવેરી સિકયુરીટી અને અલકાપુરી વિસ્તારમાં અવની પેટ્રોકેમિકલ કંપનીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ડાયરેકટરો અને ભાગીદારોને ત્યાં ૧૨ સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. મોટેપાયે બેનામી કાળુ નાણુ મળી આવે તેવી શકયતા છે.
વડોદરા પોલીસની ટીમને સાથે રાખીને આવકવેરા વિભાગે ઝવેરી સિકયુરિટીમાં દરોડા પાડ્યા છે. જેને પગલે મોટુ કૌભાંડ સામે આવે તેવી શકયતાઓ છે.
(1:11 pm IST)