ગુજરાત
News of Tuesday, 24th November 2020

અમદાવાદ : સંપત્તિ પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલના જામીન ફગાવ્યા

ભાડા કરાર કરી ત્રણ કરોડની સંપત્તિ પચાવી લેવાના કેસમાં અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંનેના જામીન ફગાવી દીધા

અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલ સામે ભાડા કરાર કરી ત્રણ કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી લેવાના કેસમાં અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે બંનેના જામીન ફગાવી દીધા છે. કોર્ટે જામીન ફગાવતા નોંધ્યું હતું કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની સામે ગંભીર પ્રકારના શારીરિક સંબંધના કેટલાક ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તપાસ અધિકારીએ રજૂ કરેલ સોગંદનામુંમાં સેવેલ શંકા અને કેસની તપાસ હજી ચાલતી હોવાથી તેમને જામીન પર મુક્ત કરવા ન્યાય ઉચિત નથી.

  પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 1998માં ગુંજન પેઇન્ટ પાસેથી આરોપીઓએ થલતેજના ન્યૂયોર્ક ટાવર ખાતે આવેલી સંપત્તિ ભાડે લીધી હતી. દર ત્રણ વર્ષે 15 ટકા લેખે વધારવાના હતા. તેમજ ટેક્સ પણ આરોપી દ્વારા ભરવામાં આવતો હોવાની દલીલ કરવામાં આવી હતી

2015માં ફરિયાદી તરફે ભાડામાં 10 હજાર રૂપિયા વધારાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જાન્યુઆરી 2020માં ફરિયાદી સામે આરોપીએ માણસો બોલાવી ગાળો આપી તે મિલકત સબંધી વ્યવહાર અંગે સિવિલ કોર્ટમાં દાવો હાલ પેન્ડિગ છે. ફરિયાદીએ ચાલુ સપ્ટેમ્બર મહિનાનો ઇલેક્ટ્રિક બિલ ભરવા માટેનો ચેકનો પણ સ્વીકાર ન કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે બંને આરોપીઓએ થલતેજના ન્યૂયોર્ક ટાવરમાં  આવેલી રૂપિયા કરોડની મિલકતનો 2010માં ભાડાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં અને તેમને આ મુદ્દે નોટિસ પાઠવામાં આવી હોવા છતાં ખાલી નહિ કરી, ફરિયાદીને ગાળો આપી હતી. એટલું જ નહીં ફરીવાર ઓફીસ આવશે તો ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને આરોપીઓ પર મિલકત લાંબા સમય સુધી ભાડે રાખવાની ખોટી હકીકતવાળું પત્ર ઇન્ડસઇન્ડ બેંકને લખી પોતાનો હેતુ પાર પાડવાનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો હતો

(7:56 pm IST)