ગુજરાત
News of Tuesday, 24th November 2020

પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતીઃ બારડોલીમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતિની હત્યા કરીને લાશ રર કિ. મી. દુર દાટી દીધીઃ સગર્ભા યુવતીના મોત માટે અન્ય શખ્સોની સંડોવણી હોવાની આશંકા

સુરત: બારડોલીના બાબેન ખાતે લકઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી ગર્ભવતી યુવતીની તેના પ્રેમી દ્વારા યુવકે હત્યા કરી દીધી હતી. એટલું નહી પણ રશ્મિ કટારિયા નામની યુવતીની હત્યા કરીને લા 22 કિલોમીટર દુર યુવતીના પિતાના ખેતરમાં દફનાવી દીધી હતી. હાલ યુવતીનાં મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, હત્યા પાછળ અન્યોની સંડોવણી હોવાની આશંકા છે. જેમાં આરોપી યુવકની પ્રથમ પત્ની પણ શંકાના વર્તુળમાં છે, કારણ કે 3 મહિના પહેલા યુવકની પત્ની અને માતાએ રશ્મિને માર માર્યો હતોઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બારડોલીના બાબેન ગામે લકઝરિયા એપાર્ટમેન્ટમાં સી 301માં ભાડેથી રહેતી યુવતી રશ્મિ જયંતીભાઇ કટારિયા 14 તારીખે પોતાનાં 3 વર્ષનાં દીકરા જીતને મુકીને કોઇને જાણ કર્યા વગર ઘરેથી જતી રહી હતી. જે અંગે યુવતીનાં પિતાએ જાણવાજોગ ફરિયાદ બારડોલી પોલીસ સ્ટેશનમાં આપી હતી. ગુમ થનાર યુવતીને 3 વર્ષીય પુત્ર અને 5 માસનો ગર્ભ હોવાનાં કારણે ઘર છોડી જવા અંગે પોલીસ શંકાના દાયરામાં હતી. યુવતી 5 વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી

પોલીસને ચિરાગ પર શંકા જતા તેની કડકાઇથી પુછપરછ કરતા ચિરાગે રશ્મિની ગળુ દબાવીને હત્યા કરી દીધી હોવાની કબુલાત કરી હતી. રશ્મિના પિતાના ખેતરમાં ખાડો ખોદીને દફનાવી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ચિરાગની કબુલાતના આધારે પોલીસે ખેતરમાં ખાડો ખોદીને રશ્મિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેનો મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ચિરાગની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

(5:48 pm IST)